શહેરા પોલીસ મથકે ગોધરા તાલુકાના બખ્ખર ગામના મેહુલ પરમાર સામે અપહરણ અને પોક્સો એક્ટનો ગુન્હો નોંધાયો હતો,જેને લઈને તે નાસતો ફરતો હોવાથી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડને ટેક્નિકલ અને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી મળી હતી કે આરોપી મેહુલ નાયક અમરેલી બાજુ મજુરી કામ કરે છે,જેના આધારે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તપાસ કરતા અમરેલીના વરસડા ગામેથી આરોપી યુવક અને ભોગ બનનાર યુવતી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.