સેવાદળરોડ પાસે આવેલ હજરત સૈયદ સાકલા બાવાની દરગાહ ઉપર દરવર્ષની જેમ આવર્ષે પણ ભવ્ય સંદલે શરીફની કરાઈ ઉજવણી. હિન્દુ મુસ્લિમ દરેક જ્ઞાતિના લોકો અહીં શ્રદ્ધા તૅમજ આસ્થાને લઈને આ સંદલે શરીફમાં શરીક થઈ હાજર રહ્યા હતા. બાવાની મજાર ઉપર સંદલ, રંગબેરંગી ગલેબો તૅમજ ગુલાબના ફૂલોની ચાદરો મૌલાના તૅમજ મોટી સંખિયામાં મુસ્લિમબિરાદરો દ્વારા ચઢાવવામાં આવ્યા હતા.મૌલાના દ્વારા શહેરમાં શાંતિ અમન બની રહે જેવી અનેકો દુવાઓ કરાઈ હતી. અંતમાં ખીરની નિયાતનું વિતરણ કરાયુ હતુ.