ગણેશોત્સવ, નવરાત્રી તથા ઈદએ મીલાદ જેવા તહેવારોને લઈ પ્રોહિબીશન ગુનાઓને અટકાવવા માટે પોલીસે કડક વોચ ગોઠવી છે. તેના અનુસંધાને અમરેલી સીટી પોલીસને ચોક્કસ બાતમી મળતા 456 બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 3,55,650/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.