This browser does not support the video element.
ગોધરા: શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
Godhra, Panch Mahals | Aug 24, 2025
પંચમહાલ પોલીસ અને જિલ્લા પ્રશાસને “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ” અંતર્ગત ગોધરામાં સાયકલ રેલી યોજી રેલી ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ ગાંધી ચોક, બી.વી. ગાંધી પેટ્રોલ પંપ મારફતે વાવડી સુધી પહોંચી. વરસાદ વચ્ચે યોજાયેલી આ રેલીમાં પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલીમાં ગોધરા રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની હાજરી રહી.