વડોદરા : મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમે ટ્રાફિકના અવરોધને દૂર કરવા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ હાથધરી છે.કેટલાક તત્વો દ્વારા પાર્કિંગ એરિયામાં દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા પાલિકાની દબાણ શાખાની ટીમ કૃણાલ ચાર રસ્તા ખાતે ત્રાટકી હતી.જ્યાંથી સુરેશ ભજીયા હાઉસ સુધીના રોડ પર આવતા પાર્કિંગ એરિયાના ગેરકાયદેસર ઓટલા અને શેડ દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા.