વિજાપુર ડાભલા ગાગરેટ સીમ વાળા નીવોડ વાળા જમીન માં આવેલ નિવૃત્ત નાયબ મામલતદાર કપુરજી ઠાકોર ના ટ્યુબવેલ ઉપરથી કોઈ અજાણ્યા ઇસમ ગત ગુરુવારે કેબલ વાયર પાંચ મીટર લંબાઈ નો જેની કિંમત રૂ 5000/- ની ચોરી ને લઈ ગયા ની પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. બોર ની આસપાસ ઘણી શોધ ખોળ કર્યા બાદ કેબલ મળી નહિ આવતા કપુરજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે.પોલીસે આજરોજ શનિવારે બપોરે બે કલાકે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.