આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને, મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે વિસનગર ખાતે એક ભવ્ય અને અનોખા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા છેલ્લા 6 વર્ષથી ચાલતી આ સેવાકીય પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી છે. આ સેવા કેમ્પ 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન કડા-ગાંધીનગર રોડ પર યોજાશે.