બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા નવરાત્રિના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે આજે સાંજે 6:30 કલાકે રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ એ પોલીસ કાફલા સાથે મુખ્ય બજારો અને જાહેર માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામા આવ્યુ તેમજ રાણપુરના મુખ્ય ચાર રસ્તા પર વાહન ચેકિંગ કરવામા આવ્યુ હતુ.નવરાત્રિના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામા આવ્યુ