વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે આવતી રવિવારે ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવવાને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ સવારે 5 વાગ્યે મંદીર ખુલશે અને 5:45 વાગ્યે મંગળા આરતી થશે.ત્યારબાદ સાંજે 6 વાગ્યે મંદીર બંધ કરી દેવાશે.ચંદ્રગ્રહણને પગલે કરવામાં આવેલા આ બદલાવને લઈ ભક્તોને સમયસર દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.