આજે સવારે 10 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા મામલતદાર દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ખેડબ્રહ્મા હાઇવે રોડ પરના જ્યોતિ હાઈસ્કૂલ નજીકથી પસાર થતાં ગેરકાયદેસર કપચીનો પાવડર વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું. ત્યારે આ ડમ્પર ને ખેડબ્રહ્મા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.