દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે.10 દિવસ સુધી ગણેશ પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સાથે જ મુસ્લિમોના ઈદે મિલાદના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. આ બન્ને તહેવારો કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુસર હાંસોટ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પીએજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.