આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા અનોખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય કુલપતિના વરદ હસ્તે યુનિવર્સિટીના મુખ્ય દ્વારે થી રેલીનું પ્રસ્થાન કરાયું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણના સંદેશા આપતા વિવિધ પ્રકારના સૂત્રોચાર કર્યા હતા. "જીવન અમૂલ્ય છે", "સંકટનો સામનો કરો, હાર માનશો નહીં", "આત્મહત્યા ઉકેલ નથી" જેવા સંદેશાઓથી ભરેલ પ્લે કાર્ડ ધારણ કર્યા હતા