આણંદ શહેરમાં શનિવારે આખો દિવસ હળવા ઝાપટા બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા વિવિધ નીચાણવાળા વિસ્તારના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા,શહેરમાં મિનરવા ચોકડી પાસે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે જૂની પાણીની ટાંકી પાસે માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા.વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.