હાલોલના વડોદરા રોડ ઉપર ભીમનાથ મહાદેવ મંદિર પાસે આવેલી કલ્પતરું સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી ગટરજામની સમસ્યા ઉભી થઈ છે.સોસાયટીની વરસાદી પાણીની ગટર લાઇનમાં આડેધડ જોડાણો થઈ જતા લાઇન જામ થઈ ગઈ છે.પરિણામે ગલીમાં ગટરનાં ઢાંકણાંમાંથી ગંદુ પાણી ઊભરીને રોડ પર પ્રસરી રહ્યું છે. આ દુર્ગંધભર્યું પાણી રોડ પર ફેલાતાં લોકો ભારે તકલીફ અનુભવી રહ્યા છે.