આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સવારે 9 કલાકે મળેલ માહિતી અનુસાર મોડી રાત્રે દરમિયાન સમાજના આધ્યાત્મિક ગુરુની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊભા રહ્યા હતા.રાજસ્થાનથી મુંબઈ તરફ જતા તેમના પ્રવાસ દરમિયાન,લીમડી ટોલ નાકા પર ભારે ભીડ એકત્ર થઈ હતી. લોકો પોતાના પરિવાર સાથે હાજર રહી ધર્મગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો.