નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામની સરકારી પડતર જમીનમાં વનતંત્રની કોઈપણ મંજૂરી વિના ગેરકાયદે રીતે કોલસાની ભઠ્ઠી ચલાવવામાં આવી હતી. વન વિભાગને ધ્યાને આવતા તપાસ કરીને કોલી બાબુલાલ હાજી વિરૂદ્ધ બોમ્બે ફોરેસ્ટ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં આરએફઓ વનરાજસિંહ બિહોલા, વનપાલ સંજય કરમુર, સંજય ડાંગર, વનરક્ષક શિવરાજ જોડાયા હતા.