શહેરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પોપટપરાના નાલામાં ભારે પાણી ભરાઈ જતા બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો અને અહીં પ્રતિબંધ માટેના બેરીકેટ પણ મૂકી દેવામાં આવ્યા હતા તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.