જન્મ મરણના પોર્ટલનો ડેટા અન્ય પોર્ટલ પર ટ્રાસ્ફર કરવાની પ્રકિયા શરૂ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર રાજ્ય ઉપરાંત પોરબંદરમાં મહાનગરપાલિકા કચેરીમાં થતી જન્મ મરણના પ્રમાણપત્રોની કામગીરી છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે.આ કામગીરી બંધ હોવાથી રોજ 100 થી વધુ અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે અને ધક્કા ખાઈ રહ્યા છે.જોકે સમગ્ર રાજ્યમાં હાલ આ કામગીરી બંધ છે.