વડોદરા : શહેરના દુધવાલા મોહલ્લા વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું.ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો હતો.જેમાં ફોર વ્હીલર ચલાવનારા શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે.ઘટનાને પગલે માહોલ ગરમાયો હતો.જ્યારે લોકટોળા ઉમટ્યા હતા.પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને બાજી સંભાળી લીધી હતી.પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.