ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાલકેટ ગેટ થી ટેકરી ચોક થઈને આડોળિયા વાસ તરફ જતા રસ્તા પર વિદેશી દારૂ ભરેલી કાર કાર પસાર થવાની હોય, જે અંગે ટેકરી ચોક વિસ્તારમાંથી કારને ઝડપી લઇ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ત્રણ મહિલાઓ સહીત 7 વ્યક્તિઓને ઝડપી લીધા.