ઉપરવાસમાં ફરી ભારે વરસાદ શરૂ થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે.ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.05 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના પરિણામે રાંદેર અને સિંગણપોર ને જોડતો લો લેવલ બ્રિજ હાલ પણ પાણીમાં ગરકાવ છે.કોઝવે ની ભયજનક સપાટી 6 મીટર છે.જે હાલ 8.40 મીટર ઉપર વહી રહ્યો છે.કોઝવેમાંથી 1.56 લાખ ક્યુસેક પાણીનો ડીશચાર્જ કરાયો છે.જેના પગલે સૂર્યપુત્રી તાપી નદી ફરી બે કાંઠે થઈ છે.તાપી નદીમાં પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.