શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે હવે મેળાને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પાલનપુર અંબાજી હાઈવે ઉપર પદયાત્રીઓ માટેના સેવા કેમ્પોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજે શનિવારે 5:30 કલાકે અંબાજી હાઈવે ઉપર ધોરી નજીક સેવા કેમ્પના સંચાલકો દ્વારા સેવા કેમ્પને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને પદયાત્રીકોની સેવા માટે સેવાકેમ્પના સંચાલકો તત્પર બન્યા છે.