કચ્છમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આજરોજ સાંજના ચાર વાગે આ વિશે તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું કે,આ ઝુંબેશ હેઠળ લોકોનો ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ઝાડા, શરદી, ઉધરસ અને તાવના કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પાત્રોની તપાસ કરી જરૂરી દવાઓ અને ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ, અને કોલેરા જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે આરોગ્ય વિભાગ સતર્કતા રાખી રહ્યું છે.