વિજાપુર મહેશ્વર રોડ ઉપર એક ઇસમ એક્ટિવા માં વિદેશી દારૂની બોટલો રાખી વેપાર કરતો હોવાની પોલીસ સબ ઇન્સ્પેકટર એ આર બારીયા ને ખાનગી માં બાતમી મળતા પોલીસે તપાસ કરતા મહેશ્વર રોડ ઉપર આવેલ મંદિર પાસે થી વખત સિંહ રાઠોડ નામના ઇસમ ને ઝડપી લીધો હતો. પોલીસે ત્રણ વિદેશી દારૂ ની બોટલો એક્ટિવા સહિત રૂપિયા 41,095/- જપ્ત કરી આજરોજ શનિવારે બપોરે 12 કલાકે વખત સિંહ રાઠોડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે