ઈદ-એ-મિલાદ-ઉન-નબી જેમને મીલાદુન નબી અથવા બરાવફાત પણ કહેવામાં આવે છે,આ દિવસ ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબની યાદમાં મનાવવામાં આવે છે.તેઓએ માનવજાતને શાંતિ,ભાઈચારો,સમાનતા નો સંદેશ આપ્યો.આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદો માં તકરીર,નાત-શરીફ,જુલૂસ અને સામાજિક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે,મસ્જિદોમાં ખાસ મહેફિલો અને દુઆઓ પણ થાય છે.તેવામા વર્ષે 1500 મી ઈદ એ મિલાદના ઉપલક્ષ મા સૌ પ્રથમ વાર તાંદલજા વિસ્તાર માં રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ.