હાલોલ તાલુકા પંચાયત ખાતે આજે સોમવારે બપોરે 2:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા વિધાનસભા મત વિસ્તારની જન સમસ્યાઓના નિવારણ માટેની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાંથી હોય એ વિધાનસભા મત વિસ્તારની જાહેર જનતાની વિવિધ જન સમસ્યાઓ સાંભળી હતી.અને લાગતા વળગતા તંત્રને તાકીદે જન સમસ્યાઓના નિરાકરણ માટેની સલાહ સૂચના આપી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.