ઝરવાણી ગામના બાબુભાઈ ચુનીલાલભાઈ તડવી રોજની જેમ તેમના પશુઓને ચરાવવા ગયા હતા. અચાનક ઝરવાણી ખાડીમાં પાણીનું વહેણ વધતા આવજા માટેના રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. આ પૂરમાં તેમના ચાર પશુઓ તણાઈ ગયા હતા. જેમાંથી એક પશુને બચાવી લેવામાં આવ્યું હતું. જ્યારે ત્રણ તણાઈ ગયા છે. એક યુવાન પણ પાણીના વહેણમાં ફસાયો હતો, પરંતુ તે જાતે બચી ગયો હતો.