બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી ને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે આજે સોમવારે સવારે 9:00 કલાકે ડિજાસ્ટર મામલતદારે વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદની આગાહી ના પગલે NDRF ની 1 અને SDRF ની 2 ટીમો સ્ટેન્ડ બાય કરાઈ છે 1 NDRF અને 1 SDRF ની ટીમ સુઈગામ અને 1 SDRF ની ટીમ થરાદ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે જ્યારે પરિસ્થિતિને જાણે રાખીને વધુ ટીમો તૈનાત કરાશે