અમદાવાદમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં પડ્યા છે.વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની તીક્ષ્ણ ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. જે ઘટના ના પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્રના પગલે શાહની શાળાઓમાં પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીઓના સ્કુલ બેગ ની તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વાહનોમાં પણ તપાસ કરાવી હતી.