વડોદરા : સ્માર્ટ સીટી વડોદરામાં વિકાસની ગુલબાંગો ફૂંકતા તંત્ર સામે પૂર્વ વિસ્તાર આજવા રોડ પર આવેલી લકુલેશ સોસાયટી વિભાગ 2ની મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો.છ મહિનાથી પીવાનું પાણી ચોખ્ખુ નથી આવી રહ્યું,જે આવે છે તે પણ ગંદુ અને ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે.સમયસર વેરો લઈ લેવામાં આવે છે.વેરો ના ભરીએ તો દંડ સાથે પૈસા લેય છે,પણ અમને પાણી ચોખ્ખુ આપતા નથી. હવે વેરો નહીં ભરીએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.