વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા "100 દિવસના ટીબી અભિયાન" અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) જેવા રોગોની તપાસ અને સારવાર માટે મોબાઈલ વાન દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ અભિયાનના ભાગરૂપે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરા હેઠળના તાંતીથૈયા સબસેન્ટર ખાતે ગુરુવારે "આરોગ્ય માટે એક પગલું આગળ - ટીબી મુક્ત ભારત તરફ એક સાથ" શીર્ષક હેઠળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો.