પેટલાદ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક જેત્રા ના વડ થી કાલકાગેટ જવાના માર્ગ ઉપર બ્રિજ નીચે રસ્તો ઘણા સમયથી બિસ્માર છે. અને ગંદકીનુ સામ્રાજ્ય છે.આ વિસ્તારમાં રસ્તાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે રસ્તો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો અને દુકાનદારોની માંગ છે.