અંકલેશ્વર નજીક હાઇવે પર અંસાર માર્કેટ પાસે માર્ગ અકસ્માતમાં એક શ્રમજીવીનું મોત નિપજ્યું હતું. 39 વર્ષીય સરફરાજ અહમદ અસરફ અલીને એન.એચ.48 ના સર્વિસ રોડ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. મૃતક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને અંકલેશ્વરમાં મજૂરી કરતા હતા.