સુભાષ નગર પુલ પાસેથી ચોરીના બાઈક સાથે એક ઈસમ ઝડપાયો.ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન સુભાસનગર પુલ પાસે શંકાસ્પદ બાઈક સાથે ઉભેલા વિવેકભાઈ ચેતનભાઈ જાંબુચા નમના ઇસમને ઝડપી લીધો હતો, પોલીસે તેની પાસે રહેલ ગાડીના કાગળો માંગતા તે કાગળ રજૂ ન કરી શકતા અને બાઈક ચોરીની હોવાની કબૂલાત મળતા પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.