ભરૂચ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મિણા, ડીવાયએસપી સી. કે. પટેલ, એજ્યુકેટીવ હનીફ બલૂચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જિતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.