ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના અડગ પ્રયાસોના ભાગરૂપે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સેવા અને સંભાળ પૂરી પાડવા કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અને સમર્પિત પ્રયાસોને કારણે, જૂનાગઢ સરકારી હોસ્પિટલે છેલ્લાં બે વર્ષમાં આશરે ૨૪૦૦ દર્દીઓને સારવાર પૂરી પાડી છે, જે જનસામાન્યના આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.