નાંદોદ તાલુકાના ભૂછાડ ગામ પાસે આવેલ પાચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાસે ના કરજણ કિનારે એક મહાકાય મગર જોવા મળતા ત્યાં નદી કિનારે જતા આવતા ગ્રામજનો મગર જોઇને ભયભીત થયા હતા. જોકે કરજણ નદીમાં મગર ઘણીવાર દેખાઈ છે જેમાં ખાસ કરીને રાજપીપળા ના સરકારી ઓવારે નદી માં ત્રણેક મગર વસવાટ કરતા હોય તેમાંથી એક મગર ભૂછાડ તરફ પાણીના વ્હેણ માં ખેંચાઈ ગયો હાઈ શકે છે. હાલમાં ભૂછાડ ગામના લોકો એ આ મહાકાય મગર જોતા તેઓ ફફડી રહ્યા છે.