ભરૂચની ગેઇલ ઈન્ડીયા કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત કંપનીએ 30 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી માટે વાહનની વ્યવસ્થા નહિ કરતા આક્રોશ વ્યક્ત કર્યો છે.પરિવાર અને કંપની યુનિયને સ્ટાફ માટે વાહન વ્યવસ્થા અને મૃતકના પરિવારને વળતરની માંગ કરી છે. સવારે નોકરી પર બાઇક લઈ જતા હાઇવે પર અંતરીમ હોટલ પાસે ટ્રકે અડફેટે લીધા હતા. 54 વર્ષીય રવિન્દ્ર ચણાવાળા ભોલાવની સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા અને ટેકનિશિયન તરીકે કામગીરી કરતા હતા.