સાપુતારા-વઘઈ માર્ગ પરથી વધુ ઊંચાઈ ધરાવતા ટ્રક અને લકઝરી બસ જેવા ભારે વાહનો પસાર થઈ શકશે નહીં.વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, સાકરપાતળ બ્રિજ પરથી હવે માત્ર કાર અને અન્ય નાના વાહનોને જ આગળ જવાની પરવાનગી આપવામાં આવશે.આ નિયમનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે,અહી ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગ દ્વારા પુલ નજીક લોખંડની ગેન્ટ્રી પણ લગાવવામાં આવી છે.