સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે એક કાર અને બાઇક ની ટક્કર થઈ હતી જેમાં અખિયાણા ગામથી થોડે આગળ બાઇક જઈ રહ્યું હતું જેની લાઈટ હતી નહીં જેના કારણે કાર ચાલક ને ના દેખાતા કાર સાથે ટક્કર થઈ હતી જે બાદ સામાન્ય ઇજાઓ થતા સ્થળ પર જ સમાધાન થતા પોલીસ ફરિયાદ થઈ ના હતી.