વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા નજીક કોંગ્રેસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.તાપી જિલ્લાના વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા નજીક બુધવારના રોજ 10.30 કલાકની આસપાસ કોંગ્રેસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વ્યારા નગર પાલિકાના વિરોધપક્ષ ના નેતા સહિત કોંગ્રેસ સમિતિના અગ્રણી અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિતના યુવકો જોડાયા હતા.અને રક્તદાન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા સંગઠનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.