શહેરીજનોમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા જિલ્લા કોર્ટ સદન ખાતે આશરે 500 જેટલા વકીલોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.સાથોસાથ શહેરીજનોને પણ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા માટે કમિશ્નરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.