વેજલપુર ની રૂપારેલ નદી ઉપર વર્ષો જુનુ નાળુ જે હાલમાં જર્જરીત અવસ્થામાં છે તેને કારણે સ્કૂલે જતા બાળકો ડેરી, મંદિરે જતા નાગરિકો અને ગોધરા વડોદરા હાઈવે પર જતા નાગરિકોને અવરજવરમાં ભારે પરેશાની થઈ રહી છે અને ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે રૂપારેલ નદી ઉપર પાકો બ્રિજ બનાવી આપવા વખતો વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આજરોજ કાલોલ તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઈ કઠીયા અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર આપ્યું