આ મુલાકાત દરમિયાન વડોદરા ઝોનના ખેતીવાડી વિભાગના સંયુક્ત નિયામક એમ.એમ. પટેલ, નર્મદા જિલ્લાના ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક નિતિનભાઈ પટેલ તથા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શિનોરાજી ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જિલ્લામાં કૃષિ ક્ષેત્રે થઈ રહેલા વિકાસ અને પડકારોની રૂપરેખા રજૂ કરી હતી.