ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ દ્વારા શેરડી નદી વિસ્તારમાં બીલોદરા ગામ તથા હરિઓમ આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી અને ગ્રામજનો સાથે પૂરના પાણી ગામની અંદર પ્રવેશતા સર્જાતી પરેશાની અંગે વાતચીત કરાઈ હતી