વડોદરા : ઓપરેશન પરાક્રમ અંતર્ગત સામાન્ય જનતા નશાથી દૂર રહે અને યુવા ધન બરબાદ થતું અટકે તે માટે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે,રાજુપુરા ભોજ નર્મદા કેનાલ ઉપર થઈને એક ઈસમ ગાંજાનો જથ્થો લઈ ડીલેવરી આપવા માટે નીકળ્યો છે.જે આધારે ગ્રામ્ય SOGની ટીમે વોચ ગોઠવી જલાલપુરાના વિમલ પટેલને ઝડપી પાડ્યો હતો,તેની ઝડપી લેતા તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી આરોપી વિરુદ્ધ વડુ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.