જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક ગઈકાલે એસટી બસ અને બોરવેલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એસટી બસના ચાલકે બોરવેલ વાહન પાછળ બસ અથડાવી અકસ્માત કર્યો હતો, જેમાં ફરિયાદી સહિત અનેક લોકોને ઈજા પહોંચી હતી, બસના ચાલક સામે પોલીસ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ.