ભાભર પોલીસ દ્વારા ભાભર હાઈવે પર અલગ અલગ સ્થળ પર અંબાજી ચાલતા યાત્રાળુઓ ને રેડીયમ પટી લગાવવા નો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે રેડીયમ પટ્ટી ચાલતા યાત્રાળુઓની પાછળ બેગ અથવા થેલામાં કે પછી કપડાં પર રેડીયમ પટી મારવામાં આવી હતી અંધારામાં ચમકે છે એના કારણે જો કોઈ યાત્રાળુએ અથવા વાહન ચાલકે તે પટ્ટી પહેરી હોય કે પછી પાછળ થેલા ઉપર લગાવેલી હોય તો દુર થી વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે આમ એક નાની રેડીયમ પટ્ટી કોઈક માણસ નો જીવન બચાવી શકે છે