વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખેડા જિલ્લામાં નાગરિકોને પર્યાવરણ જતન બાબતે સંવેદનશીલ કરવા માટે અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત નડિયાદના કપડવંજ રોડ પર સ્થિત માહિતી ભવન ખાતે વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રદુષણ નાબુદી,કચરો નિકાલ સહિતની પર્યાવરણ સંવર્ધનની બાબતોના સંદેશાઓ આપતા સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચોરીના અધિકારી અક્ષય મકવાણાએ સ્થળ મુલાકાત લીધી હતી