હર્ષદપુર ગામે રેલવે ટ્રેકની કામગીરી સામે છેલ્લા 20 દિવસથી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. સતવારા સમાજના ખેડૂતોએ આંદોલન સ્થળે હનુમાન ચાલીસાનું પઠન કરીને અનોખી રીતે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો.. ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 45 વર્ષથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે અને તેમની પાસે જમીન પર માલિકી હક્ક છે. તેમ છતાં, કોઈ પણ પૂર્વ સંમતિ લીધા વિના રેલવે ટ્રેક તેમની ખેતીવાળી જમીનમાંથી પસાર કરવામાં આવી રહ્યો છે..